ભીલ સેવા મંડળ નો ટૂંકો અહેવાલ
(૧) સને ૧૯૧૮ ના અરસામાં જયારે ભારત બ્રિટિશ સલતનત હેઠળ હતું, સ્વરાજ મેળવવું એ ભારત ની દરેક વ્યકિત નું સ્વપ્ન હતું. ને સ્વરાજની ચળવળ ગાંધીજીની આગેવાની હેઠળ પુરજોશમાં ચાલતી હતી , એ અરસા માં પંચમહાલ જિલ્લાના દાહોદ, ઝાલોદ તાલુકામાં ભારે દુષ્કાળ પડયો, અને લાગલગાટ બે ત્રણ મોસમ નબળી આવી. અહીં ના આદિવાસીઓ તેના ભોગ બન્યા અને ભૂખમરો મોટા પ્રમાણ માં વધ્યો. અગ્રેજી સલતનત દવારા રોજીરોટી આપવા કોઈ ખાસ રાહત કામો શરુ કરવામાં આવેલ નહિ.
દાહોદના વતની અને સામાજિક કાર્યકર શ્રી સુખદેવ વિશ્વનાથ ત્રિવેદીના મન ઉપર આની ભારે અસર થઇ ને દુ:ખી અને અસહાય ભીલો માટે કઇક કરવાની ઇચ્છા થતા તેઓ તે વખતે ગુજરાતમા અદમ્ય ઉત્સાહથી ઘુમતા સમાજસેવક શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક ને મળ્યા. તેમણે છાપામા લેખ લખીને ગુજરાતના લોકોની પરિસ્થિતિથી વાકેફ કર્યા ને આર્થિક મદદ માગી. એજ અરસામા શ્રી અમ્રુતલાલ વી. ઠક્કર ઓરિસ્સામા પડેલ દુષ્કાળ રાહત કામગીરી પુરી કરીને ગુજરાત પાછા આવ્યા. પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી તેમણે આદિવાસિઓમા રેટિયાની પ્રવ્રુતિ શરૂ કરી. મફત કપડા, રાહત ભાવે અનાજ,ઘાસના નિરણ કેન્દ્રો વગેરે શરુ કર્યા. તેમણે આ વિસ્તારમા બળદગાડામા ફરીને પરિસ્થિતિને જાતે નિહાળી. તેમણે જોયુ કે આ વિસ્તારમા ગરીબાઇ, અજ્ઞાનતા ને શોષણ ભારોભાર છે. જેનો ભોગ આદિવાસીઓ બન્યા છે.
(૨) શંકરપુરા ગામે અર્ધનગ્ન બાઇને જોઇને બાપાનુ દિલ દ્રવી ઉઠયું ને કાયમી સ્વરૂપનુ કામ કરવા સંકલ્પ કરી ભીલ મંડળની સ્થાપના ૧૯૨૨ માં મીરાખેડી મુકામે ચાર બાળકોને દાખલ કરીને કરી.
(૩) પુજ્ય મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ ચાલે તેને પગલે બાપાને સેવાભાવી સેવકો મળે છે ને મંડળ નું કામ ગતિ પકડે છે.(૪) શરૂઆતમા દાન ઉઘરાવીને મંડળની પ્રવ્રુતિ ચાલતી. ૧૯૨૨ થી ૧૯૩૭ સુધી મંડળ કેવળ દાન પર નભ્યુ છે. ૧૯૩૭ પછી ગ્રાંટ મળવાની શરૂઆત થતા સસ્થા દાન અને ગ્રાંટ પર ચાલી.
(૫) શરૂઆતમા મીરાખેડી જેસાવાડા અને ઝાલોદ માં આશ્રમશાળા ઢબ શાળાઓ શરૂ કરી.
(૬) શરૂઆતના વષૉમાં મંડળના બે ત્રણ કાર્યકરો કાયમી દાન ઉઘરાવતા ફરતા. દાન આવતુ ત્યારે મંડળના કાર્યકરોને પગાર મળતો ને પ્રવ્રુતિ ચાલતી. આજીવન સેવકોની યોજના હેઠળ સેવકોએ સેવા કરવાની ૨૦ વષૅની દિક્શા લીધી. એ ઐતહાસિક દિવસ તા. ૨૭/૨/૧૯૨૭ અને સ્થળ જેસાવાડા આશ્રમનુ રામજી મંદિર ભુલાય તેમ નથી. શરૂ થયેલ આદિવાસી સેવાની આ ગંગોત્રી ભીલ સેવા મંડળ માટે આશીર્વાદરૂપ બને છે.
(૭) ભીલ સેવા મંડળે સને ૧૯૩૭ મા મુંબઇ સરકાર પાસેથી પ્રથમ ગ્રાંટ રૂ. ૨૦૦૦-૦૦ (રુ. બે હજાર પુરા) મેળવ્યા.
(૮) શ્રી શ્રીકાન્તભાઇએ મંડળને તન મન અને ધનની મદદ કરી. તેઓ દર મહિને રૂ. ૧૫૦-૦૦ થી ૨૫૦-૦૦ તેમના તરફ થી છેક ગ્રાંટ ન મળી ત્યા સુધી સસ્થાને આપતા રહ્યા.
(૯) આઝાદી પછી મંડળના કામનો વિસ્તાર થયો. મંડળના કાર્યકરોની ત્યાગ તપસ્યા દેશ સેવાની ભાવના અને પ્રમાણિકતા જોઇ સરકારે સામે ચાલીને આશ્રમો અને આશ્રમશાળાઓ શરૂ કરવાની જવાબદારી મંડળને સોપી.
(૧૦) ભળેલા દેશી રાજ્યોમા અને વડોદરા ,ભરૂચ ,સાબરકાંઠા ને બનાસકાંઠા જિલ્લાઓના ઉંડાણવાળા આદિવાસી વિસ્તારમા મંડળે આશ્રમો / આશ્રમશાળાઓ શરૂ કરી.
(૧૧) શરૂઆતમા મંડળના મથક દાહોદથી નીરિક્ષણ અને સંચાલનની કામગીરી થતી હતી. દુરના જિલ્લાઓમા ચાલતી શાળાઓનુ નીરિક્ષણ કરવાનુ મુશ્કેલ જણાતા સને ૧૯૬૫ના અરસામા વડોદરા, ભરૂચ સાબરકાંઠા ને બનાસકાંઠા જિલ્લામા ચાલતી પ્રવ્રુતિ એ વિસ્તારમા ચાલતી સ્થાનિક સસ્થાઓને મંડળે તેમની તમામ મિલક્ત જમીન મકાનો સાથે સોપી દીધી.
પૂ. ઠક્કર બાપાની ઇચ્છા ભારતના અન્ય આદિવાસી વિસ્તારમા પણ આદિવાસી સેવાની શરૂઆત થાય તે જોવાની હતી. તેમણે મંડળના સેવકો પૈકી શ્રી વણીકરદાદાને મધ્યપ્રદેશના મંડલા વિસ્તારમાં મોક્લ્યા ને ત્યા તેમણે આદિવાસી સેવાની શરૂઆત કરી. શ્રી અંબાલાલ વ્યાસને ઓરિસ્સા મોક્લ્યા ને ત્યા તેમણે આદિવાસી ઓર્ગેનાઇજર તરીકે કામ કરી સેવાની શરૂઆત કરી.
શ્રી સુખદેવકાકા ને રાજસ્થાનના ડૂંગરાળ વિસ્તારમા મોક્લ્યા અને શ્રી લાલચન્દભાઇ નીનામાને થરપાકર સીધમા મોક્લ્યા. શ્રી કાંતિભાઇને રાષ્ટ્પતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ દિલ્લી લઇ ગયા ને આદિવાસી અને હરિજનના કમિશ્નર બનાવ્યા. તેમણે આશ્રમશાળા ની યોજના આદિવાસી વિસ્તાર માં શિક્ષણ વધારવા માટે લાગુ કરી.
(૧૨) હાલ મંડળ ૧૮ આશ્રમશાળા, બે ઉતર બુનિયાદી આશ્રમશાળા, ૨૩ છાત્રાલયો, એક મહિલા તાલીમ કોલેજ, નવ ઉતર બુનિયાદી વિધાલયો અને બે માધ્યમિક શાળાઓ ચલાવે છે, જેનો લાભ ૫૬૬૫ કુમાર ૩૭૯૨ કન્યાઓ મળી ૯૯૫૭ બાળકો લઇ રહયા છે.
(૧૩) બાપાએ આજિવન સેવકોની યોજના બનાવી, પેટપુરતુ મહેનતાણું લઇને સેવકો એ સેવા આપી. કાયૅકરોના ત્યાગ અને બલિદાનના પરિણામે મંડળની પ્રતિષ્ઠા જામી, આજે જે પ્રગતિ દેખાય છે તે તેમને આભારી છે.
(૧૪) આદિવાસી વિસ્તારમાં સેવાભાવનાથી કામ કરે એવા સેવકો મેળવવા મુશ્કેલ છે. તેમ છતાં મંડળ આજિવન કાયૅકરો રોકીને કામ કરે છે.
(૧૫) રાજય સરકારે આવી સેવાભાવી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઇએ. કારણ કે તેમની પાસે સેવાનો વષૉજુનો અનુભવ છે. સેવાભાવી કાયૅકરો છે ને પ્રમાણિકપણે કામ કરે છે.
(૧૬) આજે આદિવાસી વિસ્તારમાં ઘણી સંસ્થાઓ એન.જી.ઓ. ના નામે શરુ થઇ છે. જેમા સેવાવૃતિ ને બદલે વેપારીવૃતિ વધુ દેખાતી હોય છે. આવી સંસ્થાઓને તારવી કાઢવાનું મુશકેલ નથી. જેની અલગ યાદી તૈયાર કરવી. આદિવાસી વિસ્તાર માટે કામ કરતી સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંચાલન માં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ ૧।૩ ઉપરાંતનું ફરજીયાત કરવું જોઇએ. આવી સંસ્થાઓને સરકારે મદદ આપવી જોઇએ.
(૧૭) કોઇપણ સંસ્થા આદિવાસી ઉત્થાનનું પ્રમાણિકપણે કરતી હોય તેને સરકારે પ્રોત્સાહન આપવું જોઇએ. અને તેના બંધારણમાં આદિવાસી પ્રતિનિધિઓને સ્થાન મળે તેવી જોગવાઈ થવી જોઇએ. સંચાલનની જવાબદારી આદિવાસી યુવાનો સંભાળે એ ઇચ્છનીય છે.
(૧૮) મંડળે તેના ૭૫ વષૅની યશસ્વી કામગીરી પુરી કરી છે. જેના પરિણામે ૨.૬૦ લાખ બાળકોએ તેનો લાભ લીધો છે. તે પૈકી ૧.૦૦ લાખ બહેનો છે. અત્યાર સુધીમાં મંડળે આદિવાસી ઉત્થાન માટે એક અબજ રુપિયા ઉપરાંતનો ખચૅ કયાૅ છે. જેના પરિણામે આ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વઘ્યો છે. હવે શિક્ષણની ગુણવત્ત્તા વધે તે માટે મંડળે મીરાખેડી અને જેસાવાડા એમ બે સ્થળે વિજ્ઞાન પ્રવાહ ની સુવિધા કરી છે. જેનો લાભ ગ્રામ્ય વિસ્તારના બાળકો લઇ રહયા છે.
(નરસિંહભાઇ કાનજીભાઇ હઠીલા)
પ્રમુખ
ભીલ સેવા મંડળ દાહોદ.











